નવસારીમાં ખુલ્લી ડ્રેનેજને કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બનવા મજબૂર - undefined
🎬 Watch Now: Feature Video
નવસારીના ગ્રીડ ખાતે ખુલ્લી ડ્રેનેજને કારણે અનેક લોકો અકસ્માતનો(accidents due to open drainage in Navsari) ભોગ બનવા મજબૂર બન્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીનો(Negligence of National Highway Authority) ભોગ એક મહિલા બની હતી. ફૂટપાથ પર ચાલતી એક મહિલા રાહદારીનો પગ અચાનક તૂટેલી ડ્રેનેજના ઢાંકણમાં વચ્ચે ફસાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ ભારે જહમત બાદ ડ્રેનેજનો સ્લેબ ત્રિકમ વડે ઊંચકીને મહિલાનો પગ બહાર કાઢ્યો હતો. મહિલાને પગમાં ઈજા પણ થતાં ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યારે અનેક રાહદારીઓના મોબાઈલ વાહનની ચાવી અને અન્ય સામાન પણ આ ખુલ્લી ગટરમાં પડી જવાની ફરિયાદો ઉઠી છે. સ્થાનિકો દ્વારા અનેકવાર તંત્રને ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST