ચોંકાવનારું: વાયરમાં ફસાયેલી કારની ચાવી કાઢવા જતા ઘટનાસ્થળે જ મોત -

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 2, 2022, 10:54 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

હસન (કર્ણાટક): શહેરના ઉદયગિરી લેઆઉટમાં મંગળવારે એક વ્યક્તિએ ઇલેક્ટ્રિક વાયર પર ફસાયેલી કારની ચાવી કાઢવાનો પ્રયાસ કર્યો અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ ( Man died on the spot by electric shock) થયું હતું. મલ્લપ્પા (58) મૃતક વ્યક્તિ છે. મલ્લપ્પા એક હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે કામ કરતા હતા. તેણે જોયું કે કારની ચાવી ઘરની સામેથી પસાર થતા ઈલેક્ટ્રીક વાયર પર પડેલી હતી અને તેને ઘરના મોપ સ્ટિક વડે દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. અને અચાનક ઈલેક્ટ્રીક શોક લાગતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઈલેક્ટ્રીક શોકને કારણે મલ્લપ્પાનું મૃત્યુ થયું હોવાના ફૂટેજ સીસીટીવીમાં કેદ થયા હતા. આ સંદર્ભે હાસણ પોલીસે ઘટનાસ્થળે જઈને મૃતદેહને સરકારી હોસ્પિટલના શબઘરમાં મોકલી આપ્યો હતો અને ગુનો નોંધ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.