કુડસડ ગામમાં ઘર પર વીજળી પડી, થયાં આવા હાલહવાલ - ચોમાસુ ગુજરાત 2022
🎬 Watch Now: Feature Video
સુરત જિલ્લામાં વહેલી સવારે કડાકા ભડાકા સાથે વરસાદ (Rain in Surat Sep 2022 ) વરસ્યો હતો. જેમાં ઓલપાડના કુડસડ ગામે એક ઘર પર વીજળી પડી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ હતી. સુરત જિલ્લામાં લાંબા વિરામ બાદ આજ રોજ સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ઓલપાડ તાલુકાના કુડસડ ગામે આવેલી સમૂહ વસાહત વિસ્તારમાં ઘર પર વીજળી પડવાનો બનાવ (Lightning struck on home in Kudsad Village )બન્યો હતો. વીજળી પડવાથી ઘરની દીવાલમાં તિરાડ પડી ગઈ હતી અને ઘરનું વીજ વાયરીંગ પણ બળી ગયું હતું . સોસાયટીના બે વીજ પોલને પણ નુકશાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા ન હતાં. ઘટનાની જાણ ( Kudsad Gram Panchayat ) ગ્રામ પંચાયતને કરવામાં આવતા ગ્રામ પંચાયતના તલાટી તેમજ સરપંચ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. જોકે લાબા વિરામ બાદ વરસાદ વરસતા વાતવરણમાં ઠંડક ( Monsoon Gujarat 2022 )પ્રસરી ગઇ હતી.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST