લાઠી બાબરા બેઠક ઉમેદવારના સમર્થનમાં કોળી સમાજનું સંમેલન, પરસોતમ સોલંકીની અપીલ - કોળી સમાજનું સંમેલન

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 18, 2022, 9:50 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

બાબરા તાલુકાના ખંભાળા ગામે કોળી આગેવાન અને પૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી ( Parsotam Solanki ) ના અધ્યક્ષ સ્થાને કોળી સમાજનું સંમેલન ( Koli Samaj Sammelan ) યોજાયું હતું. સોલંકીએ આ વિસ્તારના ભાજપના ઉમેદવાર જનક તલાવિયા (Janak Talaviya ) ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માં લાઠી બેઠક પરથી જંગી બહુમતીથી ચૂંટી કાઢવા કરી અપીલ કરી હતી. પુરુષોત્તમ સોલંકીએ પોતે સીધાસાદા સરળ હોવાની વાત કરી અને લાઠી બાબરા વિધાનસભા બેઠક (Lathi Assembly Seat ) ઉમેદવાર જનક તળાવિયાને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે ઉપસ્થિત મતદારોને અપીલ કરી હતી. લાઠી બાબરા વિધાનસભાના ઉમેદવાર જનક તળાવિયા આજે ઉપસ્થિત મોટી સંખ્યામાં કોળી સમાજના મતદારો અને અન્ય સમાજના લોકોને ખંભાળાનું કમળ ગાંધીનગરમાં મોકલવા અપીલ કરી હતી તેમજ ખાતરી આપી હતી કે જનતાના કામકાજ માટે મારો દરવાજો હંમેશા ખુલ્લો રહેશે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.