મજૂરને પૂરા પૈસા ન આપતા મર્સિડીઝમાં લગાવી આગ, જૂઓ વીડિયો - પોલીસ ફરિયાદ નોંધાઈ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 14, 2022, 10:00 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

નવી દિલ્હી/નોઈડા: સેક્ટર-39 વિસ્તારના પોલીસ સ્ટેશન સદરપુર કોલોનીમાં પૂરા પૈસા ન મળવાને કારણે ગુસ્સે ભરાયેલા મજૂરે એક વ્યક્તિની મર્સિડીઝ કારને આગ લગાવી દીધી હતી. બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તારના રોજા જલાલપુર ગામમાં રહેતા રણવીર નામના મજૂરે સદરપુરના આયુષ ચૌહાણના ઘરે ટાઈલ્સ લગાવી હતી, પરંતુ આયુષે રણવીરને પૂરા પૈસા આપ્યા ન હતા. તેના ઘર માલિક તરફથી 2 લાખ 68 હજાર રૂપિયા બાકી હતા. ઘણી વખત પૈસા માંગ્યા બાદ પણ પૈસા ન આપતાં સોમવારે રણવીરે આયુષની મર્સિડીઝમાં પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી (Laborer set fire to Mercedes) હતી. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તેના આધારે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મોટરસાઇકલની નંબર પ્લેટના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી છે. મંગળવારે, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ બાઇક પર આવે છે અને રસ્તા પર એક ઘરની બહાર પાર્ક કરેલી કારને પેટ્રોલ છાંટીને આગ લગાડે છે. વીડિયોમાં આરોપીએ પહેલા બાઇકને રોડની બાજુમાં પાર્ક કરી અને ડીગીમાંથી બોટલ કાઢી અને થોડીવાર રાહ જોયા બાદ કાર પાસે પહોંચીને બોનેટ અને કાચ પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. આ પછી આરોપી બાઇક સ્ટાર્ટ કરીને સ્થળ પરથી નાસી ગયો હતો. fire Mercedes CCTV footage
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.