કચ્છ જા મહેમાન રા લાખેણાના મહેમાનનું ખડીરનાં રણમાં થયું આગમન
🎬 Watch Now: Feature Video
કચ્છ આ વર્ષે વરસાદ ભરપુર થયાં પછી વાગડ વિસ્તારના અનેક તળાવમાં પાણી આવ્યા છે. વાગડ વિસ્તારના ખડીર અમરાપરનું રણ જાણે સમુદ્રમાં ફેરવાઈ ગયું છે. કચ્છમાં શિયાળો ગાળવા માટે આવતા કચ્છના લાખેણા મહેમાન ગણાતા ફલેમિંગોનું આગમન થયું છે. સાઇબિરીયાથી હજારો માઈલ દૂરથી શિયાળો ગાળવા માટે ફલેમિંગો આવે છે. હજુ અઢી ત્રણ મહિનાની રાહ છે. આ વિદેશી યાયાવર પક્ષીઓને ખોરાક મળી રહે છે એટલે અહીં એક સપ્તાહથી વધુ સમય સુધી પડાવ છે. કચ્છ જા મહેમાન રા લાખેણાના મહેમાન ગણાતા ફ્લેમિંગોનું આગમન થયું છે. ફ્લેમિંગોનું આગમન થતાં ખડીરની હડપ્પા સંસ્કૃતિની ધોળાવીરાની સાઈટ, ફોસિલ પાર્ક જોવા આવતા પ્રવાસીઓ માટે પણ અનેરું આકર્ષણ ઉભું થયું છે. કચ્છના જાણીતા પક્ષીવિદ નવીન બાપટએ જણાવ્યું હતું કે, ફ્લેમિંગો માટે આખા દક્ષિણ એશિયામાં એક માત્ર અભયારણ્ય કચ્છમાં છે. આ પક્ષીને કચ્છ શા માટે પસંદ આવી ગયું છે તે માટે કચ્છના રણની રચના અને ભૂગોળ જવાબદાર છે. આ વર્ષે સારા વરસાદને કારણે લાખોની સંખ્યામાં ફ્લેમિંગો આવશે. સુરખાબ તરીકે ઓળખાતાં ફ્લેમિંગો પક્ષી હવે કચ્છની ઓળખ બની ચૂક્યાં છે. કચ્છના ગ્રેટર રણનો 7506 વર્ગ કિલોમીટર વિસ્તાર 1986થી ગુજરાત સરકારે રક્ષિત જાહેર કરેલું છે. આ વિસ્તારને ફ્લેમિંગો સીટી કહે છે, જે કચ્છમાં સુરખાબ નગરી તરીકે જાણીતી છે. આ પક્ષી મોટાભાગે માનવ વસ્તીથી દૂર રહેવાનું પસંદ કરે છે. કચ્છમાં તેમના માટે વિસ્તાર રક્ષિત છે, જ્યાં કોઈ જઈ શકતું નથી. જોકે કચ્છમાં દિવાળી બાદ લાખોની સંખ્યામાં ફ્લેમિંગો શા માટે આવી ચડે છે તેનું કારણ કચ્છના રણમાં ભરાઈ રહેતું છીછરું પાણી અને તેનો ખોરાક છે. ખાસ કચ્છમાં તે પ્રજનન માટે આવે છે. બચ્ચા મોટાં થયાં બાદ તે ફરી વતનમાં ચાલ્યું જાય છે. કચ્છનું રણ અનેક જાતના યાયાવર પક્ષીઓનું યજમાન છે. જેમાં લાખોની સંખ્યામાં આવતા ફ્લેમિંગો મુખ્ય છે. Khadir Amarapar Desert in Wagad Area Winter Season Flamingo in Kutch Sybiria Flamingo comes in Kutch Flamingos Sanctuary Kutch in South Asia Kutch Kahdir Rapar Dessert Arrival of flamingos
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST