Keral News: માતાએ નવજાતને મૃત સમજીને ડોલમાં છોડી દીધું, પોલીસે બચાવ્યો જીવ - ડોલમાં ત્યજી દેવાયેલા નવજાત બાળકને પોલીસે બચાવ્યું
🎬 Watch Now: Feature Video
કેરળ: અલપ્પુઝા જિલ્લાના ચેંગન્નુરમાં મંગળવારે માતા દ્વારા ડોલમાં ત્યજી દેવાયેલા નવજાત બાળકને પોલીસે બચાવી લીધું હતું. ઘરે બાળકને જન્મ આપનારી માતા હોસ્પિટલ પહોંચી અને ડોક્ટરોને જણાવ્યું કે તે બાળકને ડોલમાં ઘરે મૂકીને ગઈ હતી. ચેંગન્નુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બાળકનો જીવ બચાવીને તેને હોસ્પિટલમાં દાખલ કર્યું હતું.
બાળકને ઘરે જન્મ આપ્યો: હકીકતમાં મહિલાએ હોસ્પિટલના અધિકારીઓને કહ્યું હતું કે તેણે ઘરે જન્મ આપ્યો, બાળકને બાથરૂમમાં છોડી દીધું અને બાળકનું મૃત્યુ થયું. આ અંગે હોસ્પિટલ પ્રશાસને ચેંગન્નુર પોલીસને જાણ કરી હતી. પોલીસ તરત જ મુલકુઝા સ્થિત ઘરે પહોંચી ત્યારે બાળક ડોલમાં પડેલું હતું. પોલીસે જોયું કે તે ફરતો હતો. પોલીસ તરત જ બાળકને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ.
આ પણ વાંચો: Surat Crime: સુરતમાં મહિલા રોડ પર જ ભ્રૂણને તરછોડીને પુરુષ સાથે થઇ ફરાર, ઘટના CCTVમાં થઇ કેદ
બાળક સારવાર હેઠળ: હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે બાળક જીવિત છે. બાથરૂમમાં ડોલમાં પડેલા લોહીથી લથબથ બાળકને હોસ્પિટલ લઈ જવા માટે પોલીસ દોડી ગઈ હતી તેના ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા છે. બાળકને વિશેષ નિરીક્ષણ હેઠળ કોટ્ટાયમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
TAGGED:
ચેંગન્નુર પોલીસ