કેજરીવાલે જરીવાલાના કિડનેપીંગનો આરોપ લગાવતા હાઈપ્રોફાઈલ ડ્રામા - kanchan jariwala denied for kidnapping by bjp
🎬 Watch Now: Feature Video
સુરત: આમ આદમી પાર્ટી સુરત પૂર્વ વિધાનસભા બેઠકના ઉમેદવાર કંચન જરીવાલા પોલીસ બંદોબસ્ત સાથે બહુમાળી ભવન પહોંચ્યા હતા અને તેમણે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચતા સુરતના રાજકારણમાં (gujarat assembly election 2022) ખળભળાત મચી જવા પામ્યો હતો. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ બહુમાળી ભવન પહોંચી ગયા હતા. જોકે આમ આદમી પાર્ટીના આક્ષેપ હતા કે, પૂર્વ વિધાનસભાના ઉમેદવાર કંચન જરીવાલા ગઈકાલ રાત્રીના 8 વાગ્યાથી સંપર્ક વિહોણા થઇ ગયા હતાં. ત્યોરે આજે સવારે જ કંચન જરીવાલાએ પોતાની ઉમેદવારી પણ પરત ખેંચી લીધી છે. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ ઈલેકશન કમીશનનો સંપર્ક કર્યો હતો અને પત્ર પણ લખ્યો હતો, જો કે એટલું ઓછું હતુ તેમ તેમણે ચૂંટણી આયોગની ઓફિસે ધરણા પણ કર્યા હતા. આજ ધરણા વચ્ચે આમ આદમી પાર્ટીએ કહ્યું કે, સુરત પૂર્વ બેઠકના ઉમેદવાર કંચન જરીવાલાનું ભાજપ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલ, રાઘવ ચઢ્ઢા, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓના પણ નિવેદનો સામે આવ્યા હતા, જેમાં તેમણે બીજેપી પર કંચન જરીવાલાના કિડનેપીંગનો આરોપ લગાવતા હાઈપ્રોફાઈલ ડ્રામા સર્જાયો હતો. જો કે, અંતે આપ પાર્ટીની જ કીરકીરી થવા પામી છે કારણ કે આ તમામ આરોપોને નકારતા પોતે કંચન જરીવાલાએ નિવેદન આપ્યુ છે કે, મારુ અપહરણ થયુ જ નથી, આરોપ ખોટો છે. (kanchan jariwala denied for kidnapping by bjp)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST