Jamnagar Rain Update : લાખોટા તળાવમાં નવા નીરની આવક થતા, શહેરીજનો જોવા માટે ઉમટ્યાં - નવા નીરની આવક
🎬 Watch Now: Feature Video
જામનગર : શહેરની મધ્યમાં આવેલા રણજીતસાગર ડેમમાં રાત્રે પડેલા વરસાદના કારણે પાણીની આવક શરૂ થઈ છે. નવા નીરની આવક થતા શહેરીજનો લાખોટા તળાવનો નજારો માણવા ઉમટ્યા હતાં. દર વર્ષે જામનગરની શહેરની શોભા વધારતા લાખોટા ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે વરસાદી પાણીની આવક શરૂ થતી હોય છે. જોકે થોડા દિવસો પહેલા પડેલા વરસાદમાં પણ લાખોટા તળાવમાં બે ફૂટ જેટલું પાણી આવ્યું હતું તો આજે મધ્ય રાત્રેથી વરસાદી પાણીની નવી આવક શરૂ થઈ છે. લાખોટા લેક પર આમ પણ લોકો વોકિંગ અને કસરત કરવા માટે આવતા હોય છે.
જામનગરનું જાણીતું ફરવાલાયક સ્થળ જામનગર શહેરની મધ્યમાં લાખોટા તળાવ આવેલું છે. આ તળાવ શહેરની શોભામાં વધારો કરે છે. રાજાશાહી વખતમાં આ તળાવ બનાવવામાં આવ્યું હતું. અહીં તળાવ વચ્ચે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે અને આ મ્યુઝિયમમાં દેશવિદેશના લોકો મુલાકાત પણ લેતા હોય છે. સાથે સાથે લાખોટા તળાવમાં પાણી હોવાના કારણે અહીં પશુ પંખીઓ પણ મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. ઈટીવી ભારત સાથે વાત કરતા અમેરિકાથી આવેલા નાગરિકે જણાવ્યું કે વરસાદમાં લાખોટા તળાવનો નજારો જોવો એક લહાવો છે તેઓ ચાલુ વરસાદે લાખોટા તળાવને જોવા માટે આવ્યા છે.