Blood Donation: જામનગર પોલીસે થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન - etv
🎬 Watch Now: Feature Video
Published : Nov 5, 2023, 5:25 PM IST
જામનગર: જામનગરમાં પોલીસ હેડકવાર્ટર ખાતે થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ રક્તદાન કર્યું હતું. જિલ્લા પોલીસવાળા પ્રમુખ પણ રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ યોજાયેલ રક્તદાન કેમ્પમાં સૌથી 150 જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી છે અને ડિવિઝનના તમામ સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. મીડિયા સાથે વાત કરતા પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને સમયસર રક્ત મળી રહે તે માટે પોલીસ દ્વારા દર મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. આજ રોજ સીટી બી ડિવિઝન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.