લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે જામનગરમાં આમ આદમી પાર્ટીની બેઠક યોજાઇ - આમ આદમી પાર્ટી
🎬 Watch Now: Feature Video
Published : Dec 16, 2023, 6:22 PM IST
જામનગર : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરવી કરવામાં આવી રહ્યો છે. શનિવારે આપ ગુજરાત યુવા પ્રમુખ બ્રિજરાજસિંહ સોલંકી જામનગરના સર્કિટ હાઉસમાં આ મુદ્દે બેઠક કરી હતી. તેમણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં સોલંકીએ કહ્યું કે યુવાનોએ દેશની રાજનીતિમાં આવવું જોઈએ.35 હજાર જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. સંજય સિંહ, મનીષ સિસોદીયાને જેલમાં નાખ્યા છે. હવે અરવિંદ કેજરીવાલને પણ જેલમાં નાખવા માટેની તજવીજ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે. આદિવાસી નેતા ચૈતર વસાવાને પણ ભાજપે જેલમાં નાખ્યા છે. આમ આદમી પાર્ટી આંદોલનમાંથી જન્મેલી પાર્ટી છે..આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી ડબલ રોલમાં ભૂમિકા ભજવશે. ધારાસભ્ય ચૈતર વસાવા અને તેની પત્ની પર ખોટા કેસ કરી અને જેલમાં ગોધી રાખવા માટેનું કાવતરું ભાજપે કર્યું છે. લોકસભાની ચૂંટણી અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી જુસ્સા સાથે ઝપલાવશે તેવું પણ જણાવ્યું હતું.