Jagannath Rathyatra 2022 : ઇડરમાં ભગવાન જગન્નાથની 24મી રથયાત્રાની ધામધૂમ, ભક્તોનો ઉલ્લાસ જૂઓ - ઇડર પોલીસ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 1, 2022, 4:18 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

ઇડર- સમગ્ર ભારત વર્ષમાં આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rathyatra 2022 ) નીકળી રહી છે ત્યારે સાબરકાંઠાના ઇડરમાં ભગવાન જગન્નાથની (Rathyatra In Ider )આજે 24મી રથયાત્રા યોજાઇ હતી. રથયાત્રામાં ધારાસભ્ય હિતુ કનોડિયા (MLA Hitu Kanodia )સહિત આગેવાનો તેમજ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. બે વર્ષ બાદ નીકળી રહેલી ભગવાન જગન્નાથની રથયાત્રાના પગલે શહેરમાં ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. રથયાત્રાનું પ્રસ્થાન હિતુ કનોડિયાએ કરાવ્યું હતું. આ તબક્કે સ્થાનિક આગેવાનો સહિત પોલીસ વિભાગ (Ider Polcie )દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. કનોડિયાએ ભગવાન જગન્નાથ પાસે સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ખૂબ વરસાદ (Rain In Gujarat )આપવાની અને કોરોના મહામારીને જડમૂળથી નાશ કરવાની પ્રાર્થના કરી હતી. જોકે અષાઢી બીજ નિમિત્તે યોજાતી આ રથયાત્રા નિમિત્તે મોટાભાગે વરસાદી માહોલ સર્જાતો હોય છે ત્યારે આજે અમીછાંટણા વચ્ચે રથયાત્રાની શરૂઆત થતા ભક્તજનોમાં આનંદ છવાયો હતો.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.