ISRO Shares Video Of Moon : વિક્રમ લેન્ડરના ઉતરાણ પહેલાનો ઈસરોએ જાહેર કર્યો વીડિયો, કંઇક આવો દેખાય છે ચંદ્ર
🎬 Watch Now: Feature Video
બેંગલુરુ : ગુરુવારે એક મિશન અપડેટમાં, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 ની તમામ પ્રવૃત્તિઓ શેડ્યૂલ પર છે અને તમામ સિસ્ટમો સામાન્ય છે, તેમ છતાં તેણે બુધવારના ઉતરાણ પહેલાં ચંદ્રની સપાટીને સ્કેન કરી હતી. એક વિડિયો પણ શેર કર્યો હતો. ચંદ્રયાન-3ના ઐતિહાસિક ઉતરાણના એક દિવસ પછી ગુરુવારે વિક્રમ લેન્ડરના પેલોડ્સ સક્રિય થયા હતા.
ઇસરોએ ચંદ્ર પરનો વિડિયો સેર કર્યો : આ ઉપરાંત રોવર ઈન્ટેલિજન્સ મોબિલિટી ઓપરેશન પણ શરૂ કરી દીધું છે. ઈસરોએ ગુરુવારે સાંજે ટ્વીટ કર્યું કે, તમામ ગતિવિધિઓ સમયસર છે. બધી સિસ્ટમો સામાન્ય છે. લેન્ડર મોડ્યુલ પેલોડ્સ ILSA, RAMBHA અને ChaSTE આજે કાર્યરત થઈ ગયા છે. રોવર મોબિલિટી કામગીરી શરૂ થઈ ગઈ છે. પ્રોપલ્શન મોડ્યુલ પર SHAPE પેલોડ રવિવારે સક્રિય કરવામાં આવ્યો હતો.
દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં મોકલનાર પ્રથમ દેશ : લેન્ડિંગ પહેલાની છેલ્લી ક્ષણોનો વીડિયો પણ શેર કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિડિયો શેર કરતાં, ISROએ કહ્યું કે કેવી રીતે લેન્ડર ઈમેજર કેમેરાએ ઉતરાણ પહેલાં ચંદ્રની તસવીર કેપ્ચર કરી હતી. બુધવારે, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં તેનું રોવર મોકલનાર પ્રથમ દેશ બન્યો, જે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા માને છે કે તેમાં પાણીના નિશાન હોઈ શકે છે.