માના ધામમાં ધામધૂમથી ગજાનંદની સ્થાપના, ભક્તિમય માહોલ - ગણેશ મૂર્તિ
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા કોરોના કાળના બે વર્ષ બાદ વિવિધ તહેવારો ઉજવવા માટેની પરવાનગી મળતા Ganesh Chaturthi 2022 muhuratલોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જન્માષ્ટમી બાદ ગણેશ ચતુર્થીને લઈને લોકો ગણેશ મૂર્તિની Ganesh Chaturthi 2022 સ્થાપના કરતા હોય છે. યાત્રાધામ અંબાજીમાં Ganesh idol in Ambaji પણ ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ તેમજ અન્ય શ્રધ્ધાળુઓ દ્વારા ગણેશની પ્રતિમાને વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી છે. આમતો લોકો 7 કે 11 દિવસે ગણપતિજીનું વિસર્જન કરતા હોય છે પણ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ભરનાર હોવાથી યાત્રિકોને અડચણ રૂપ ન બને તેને લઈ ગણપતિ સ્થાપના 5 દિવસ માટે કરવામાં આવી છે. મેળો શરુ થાય તે પૂર્વેજ ગણપતિજી વિસર્જનનો કાર્યક્રમ યોજવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST