thumbnail

By

Published : Dec 5, 2022, 12:27 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ETV Bharat / Videos

નેવી ડે નિમિત્તે જવાનોએ અલગ અલગ કરતબો દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા

જામનગર : INS વાલસુરા નેવી દ્વારા 4 ડિસેમ્બરની (Indian Navy Day 2022) સંધ્યાએ નેવી ડે નિમિતે બિટિંગ ધ રિટ્રીટ અને સનસેટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેવીના જવાનો દ્વારા હેરતઅંગેજ કરતબો અને પીટીના દાવ કરવામાં આવ્યા હતા. જામનગર INS નેવી દ્વારા વાલસુરા ખાતે બીટીંગ ધ રિટ્રીટ અને સનસેટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. નેવી વીકના (4 December Navy Day) ઉજવણીના ભાગરૂપે બિટિંગ ધ રિટ્રીટ અને સનસેટ સેરેમનીમાં નેવીના જવાનો દ્વારા નેવલ બેન્ડ કોન્ટ્યુનીટી ડ્રિલ, પીટીના દાવ અને મશાલ ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું. ઉપરાંત નેવી બેન્ડમાં કર્નલ બોગી, વંદે માતરમ, જય ભારતી જેવી વિવિધ ધુનો વગાડી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા, ત્યારબાદ સનસેટ સેરેમનીમાં નેવીનો ધ્વજ ફરકાવીને ફટાકડા ફોડી દિવાળી જેવી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નેવીના કમાન્ડિંગ ઓફિસર જે.એસ.ધનોઆ, એરફોર્સ કમાન્ડિંગ ઓફિસર, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું તેમજ નેવીના જવાનો અને અધિકારીઓ પરિવાર સહિત જોડાયા હતા. (Navy Day celebrations in Jamnagar)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.