તાપી: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણનું સ્તર ઊંચું આવે અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને સ્કૂલ આવવા જવામાં તકલીફ ન પડે તે માટે સરકાર દ્વારા સાઇકલ અપાય છે, ત્યારે સરકાર દ્વારા અપાયેલી સાઇકલો છેલ્લા 1 વર્ષથી વ્યારાના સુગરના કમ્પાઉન્ડમાં ધૂળ ખાય રહી છે. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તાપી જિલ્લાની મુલાકાતે હતા ત્યારે આ સાઇકલોને રંગ રોગાનનું કામ કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.
શિક્ષણમંત્રી આવતા સાઇકલોને રંગ કરાયો: કન્યા કેળવણી યોજના અંતર્ગત શાળા પ્રવશોત્સવ દરમિયાન આપવામાં આવતી સાઇકલનો લાભ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ યોજનાની વર્ષ 2023ની સાઇકલો છેલ્લા 1 વર્ષથી વ્યારા સુગરના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઇ રહી છે. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તાપી જિલ્લાની મુલાકાતે હોવાથી આ સાયકલોને રંગરોગાન કરવા આવી રહી હતી. કાટ ખાય ગયેલી અને સાઇકલો પર વેલા ચડી ગયા હતા.
કાટ ખાઇ ગયેલી સાઇકલોથી અકસ્માત થઇ શકે: આ ભંગાર સાઇકલોને વિદ્યાર્થીઓને પાછી વિતરણ કરવામાં આવશે. ત્યારે સાઇકલોથી કોઈ અકસ્માતની ઘટના બને તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયા છે. એજન્સી અને અધિકારીઓના પાપે આજે આ ધૂળ ખાતી આ સાઇકલોને કેમ અને કયા કારણસર વિદ્યાર્થીઓને 2023 ના શાળા પ્રવેશોત્સવમાં ન આપવામાં આવી તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. આ અંગે જ્યારે મીડિયા દ્વારા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સવાલ કરતા મંત્રીએ જણાવ્યું કે, એ હકીકતલક્ષી તપાસ કરી રિપોર્ટ મંગાવીને જાણ કરવામાં આવશે.
સરકારને રિપોર્ટ આપવામાં આવશે: આ બાબતે આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલોપમેન્ટ ઓફિસરને સવાલ કરતા તેમણે જણાવ્યું કે, આજ સુધી અમને ખબર નથી અને તમારી જાણ દ્વારા અમને ખબર પડી છે. આ બાબતે અમે તપાસ કરીશું. તપાસના જે કંઇ અહેવાલ હશે તે અમે સરકારને જણાવીશું જેથી સરકાર આગળની કાર્યવાહી કરશે, જ્યારે આ કામ અમારી જાણ બહાર થતુ હતું.
સાઇકલો વર્ષ 2023થી ધૂળ ખાઇ છે: કોંગ્રેસના ધારાસભ્ય ડો.તુષાર ચૌધરીએ જણાવ્યું કે, આ સાઇકલો વર્ષ 2023 થી ધૂળ ખાતી હતી. ચોમાસામાં સાઇકલો પર ઘાસ ઉગી નીકળ્યું હતું. તો પણ ત્યાંથી સાયકલો ત્યાંથી હટાવવામાં આવી ન હતી અને શિક્ષણ મંત્રી આવવાના હોય ત્યારે રાતોરાત સાઇકલોને રંગરોગાન કરીને તેને કોઈને પધરાવી દેવાનું કોભાંડ એવું અમને લાગી રહ્યું છે. આ મામલે જવાબદાર લોકો સામે શિક્ષણ મંત્રી યોગ્ય કાર્યવાહી કરે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: