અમદાવાદ : ગુજરાતમાં સૌથી વધારે ચર્ચાનો વિષય બનેલા રૂ. 6 હજાર કરોડના કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, CID ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાના વિસનગરના દાવાળા ગામના એક ફાર્મ હાઉસમાંથી ભુપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી હતી.
આખરે ઝડપાયો મહાઠગ ભુપેન્દ્ર ઝાલા : આજે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં સાંજે ચાર વાગે આરોપી ભુપેન્દ્ર ઝાલાને રજૂ કરવામાં આવશે. CID ક્રાઇમ બ્રાન્ચ આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાને 14 દિવસ સુધી રિમાન્ડ પર રાખવાની માંગ કરી શકાશે. સાથે જ ભુપેન્દ્રસિંહ ઝાલાએ કરેલા નાણાકીય વ્યવહારો તેમજ તે ફરાર થયો ત્યારે થયેલા સંપર્ક સહિતની વિગતોની પણ તપાસ કરવામાં આવશે.
ક્યાં છુપાયો હતો ભુપેન્દ્રસિંહ ઝાલા ? ભુપેન્દ્ર ઝાલાને CID ક્રાઇમ બ્રાન્ચ એક મહિનાથી શોધી રહી હતી. હવે મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલાને CID ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મહિના પછી મહેસાણાના તાલુકાના દવાડામાં આવેલા ફાર્મ હાઉસ પરથી ઝડપી પડ્યો છે. આ ફાર્મ હાઉસ મહેસાણાના એક કોંગ્રેસ અગ્રણીના ભાણીયાનું હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ગત સોમવારે ગુજરાત હાઇકોર્ટે ભુપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન મંજૂર ન કર્યા, ત્યારથી જ ભુપેન્દ્રસિંહ ઝાલાની અટકાયતનું કાઉનડાઉન શરૂ થઈ ગયું હતું. CID ક્રાઈમ દ્વારા નાણાકીય વ્યવહારોની સાથે સાથે ભુપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપવામાં અને છુપાવવામાં અત્યાર સુધી કોણે કોણે મદદ કરી છે, તે તમામ લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી શકશે.
તપાસ બાદ 6,000 કરોડના કૌભાંડનો રાજ ખુલશે
એક મહિના અગાઉ સાબરકાંઠા અને અરવલ્લીમાં મોટા પાયે ચાલી રહેલા પોન્ઝી સ્કીમનો CID ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો. જેમાં BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાનું નામ સામે આવ્યું હતું. તેણે સ્કીમ થકી રોકાણ કરાવી 6 હજાર કરોડનું કૌભાંડ કર્યું હતું. આરોપ લાગ્યા બાદ આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા છુપાઈ ગયો હતો, અંતે તેની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: