શહેરની ગલીઓમાં તિરંગા હી તિરંગા - Har Ghar Tiranga
🎬 Watch Now: Feature Video
વડોદરા 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર વડોદરા શહેરે Azadi Ka Amrit Mahotsav તિરંગો ઓઢી લીધો હતો. સર્વત્ર લાગેલા તિરંગાથી શહેર દેશ ભક્તિમાં રંગ રંગાઇ ગયું હતું. વડોદરા શહેરમાં રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શહેર પોલીસ તંત્ર તેમજ યુવાવર્ગ દ્વારા ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. વડોદરા શહેરના માર્ગો ભારત માતા કી જય, વંદે માતરમ અને રાષ્ટ્રગીતોથી ગુંજી ઉઠ્યા હતા. લોકોએ પોતાના ઘરની Har Ghar Tiranga બહાર સન્માનપૂર્વક તિરંગા લગાવી દીધા હતા. તેજ રીતે સોસાયટીઓ, પોળો, મંદિરો, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, સરકારી-અર્ધસરકારી કચેરીઓ ઉપર પણ Independence Day 2022 તિરંગા લગાવી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ કેટલીક સ્કૂલોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરના માંડવી સહિત ચાર દરવાજા, કોર્પોરેશન કચેરી, કલેક્ટર કચેરી, દાંડિયા બજાર બ્રિજ, મંદિરો સહિત ઐતિહાસિક ઇમારતોને ભવ્ય રંગબેરંગી રોશનીથી શણગારી દેવામાં આવી છે. સાંજે સમગ્ર શહેર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠશે. જેને લઈને સમગ્ર શહેરના Independence Day in Vadodara લોકો આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં તરબતર થઇ ગયા છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST