આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા માનવ પ્રતિકૃતિની રચના - આઝાદી કા અમૃત મહોત્સવ વક્તવ્ય
🎬 Watch Now: Feature Video
વડોદરા: તાજેતરમાં દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav )અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બી.આર.જી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીના 400 વિદ્યાર્થીઓ દ્વારા 75 વર્ષની માનવ પ્રતિકૃતિની રચના કરવામાં (75th Year of Independence Day of India)આવી હતી. દરેક બાળકોના હાથમાં તિરંગા અને દેશની આઝાદીના 75 ગૌરવ શાળી વર્ષોના ઇતિહાસની ચમક એમના મુખ ઉપર જોવા મળતી હતી. આ વર્ષે જયારે ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ભારતીય આઝાદીના શહીદો સાથે ભારતીય સંસ્કૃતિ અને સિદ્ધિઓનો ગૌરવશાળી ઇતિહાસને પણ યાદ કરવો એટલો જ જરૂરી છે. ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને ભાઈ ચારાની લાગણીને જનજન સુધી પહોંચાડવા આ પ્રયાસ કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમ માં શાળાના શિક્ષકો સાથે ડિરેક્ટર અપેક્ષા પટેલ તેમજ આચાર્ય ભૂમિકા વર્મા દ્વારા યોગદાન અને આગેવાની કરવામાં આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST