પાટણ: ચાણસ્મા તાલુકાના વડાવલી ગામ ખાતે હચમચાવી દેતી દુર્ઘટના સર્જાઈ છે. એક જ પરિવારના પાંચ લોકોના મોત થવાથી સમગ્ર ગામમાં માતમ છવાયો છે. એક વ્યક્તિનો પગ લપસતા બચાવવા જતા અન્ય ચાર પણ ડૂબ્યા. પશુ ચરાવવા માટે ગયા હતા તે સમયે ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. દુર્ઘટના બનતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા. સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનો દ્વારા તળાવમાં ડૂબેલા બાળકો સહિતના લોકોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા અને બનાવને લઈને તંત્રને જાણ કરવામાં આવી હતી.
મૃતકોના નામ
1. સોહેલ રહિમભાઈ કુરેશી -14 વર્ષ
2. સિમરન સલીમભાઈ સિપાહી-12 વર્ષ
3. મલેક ફિરોજા કાળુભાઈ-32 વર્ષ
4.અબ્દુલ કાદિર કાળુભાઈ મલેક -10 વર્ષ
5. મહેરા કાળુભાઈ મલેક-8 વર્ષ
આ પણ વાંચો: