અરવલ્લીમાં આજે મતદારોમાં ભારે ઉત્સાહ - મોડાસા અરવલ્લી વિધાનસભા
🎬 Watch Now: Feature Video
અરવલ્લીમાં(Aravalli Assembly Seat) મતદારોમાં ઉત્સાહ મોડાસા અરવલ્લી વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 બીજા અને આખરી તબક્કાનું મતદાન આજે યોજાઇ રહ્યુ છે. અરવલ્લી જિલ્લામાં 1062 મતદાન મથક ઉપર ચૂંટણી યોજવામાં આવી રહી છે .અરવલ્લી જિલ્લાની ( Gujarat Assembly Election 2022 ) કુલ 3 વિધાનસભા બેઠક પર કુલ 8,30,547 મતદારો પોતાનો મતાધિકારનું ઉપયોગ કરશે. તે માટે કુલ 1062 મતદાન મથકો છે. જ્યારે 1360 ઇવીએમ અને વિવિપેટની ફાળવણી કરાઈ છે. આ સંપૂર્ણ કામગીરી માટે કુલ પરિસાયડીંગ અને નોડલ સહિત 4673 નો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે . જિલ્લામાં 278 બુથ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ છે. ત્રણ વિધાનસભા બેઠક પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને નિષ્પક્ષ અને ન્યાયિક ચૂંટણી થાય તે માટે 3800 પોલીસ સ્ટાફ સુરક્ષા કવચ પૂરું પાડી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST