Junagadh Rain: જૂનાગઢમાં અતિ ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ઘુસ્યાં - undefined
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: આજે અતિ ભારે વરસાદ પડવાને કારણે જૂનાગઢની જલારામ સોસાયટી અને દૂરવેશ નગરમાં વરસાદનું પાણી ઘુસી ગયુ હતું. લોકો પોતાના જીવ બચાવવા માટે અગાશી પર પહોંચેલા જોવા મળ્યા હતા. ગિરનારમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ નરસિંહ મહેતા સરોવરમાં આવે છે પરંતુ સરોવરના બ્યુટીફિકેશનના કામને લઈને આ પ્રવાહને બાધિત કરાયો. જેને કારણે બે સોસાયટીમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ઘૂસી ગયું હતું. જેને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદે ધોધમાર બેટિંગ કરતાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. ધોધમાર વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઇ છે. ભારે વરસાદને પગલે જૂનાગઢની વાણંદ સોસાયટીમાં પાણી ભરાઇ ગયાં હતાં. દાતાર વિસ્તારમાં આવેલાં રહેણાક મકાનોમાં પાણી ભરાતાં ઘરવખરીનો સામાન પાણીમાં તણાયો હતો.
TAGGED:
Junagadh rain