સાપુતારા સહિત પંથકોમાં મેઘરાજાની ફરી વરસાદી એન્ટ્રી, ખેડૂતોમાં પાકની નુકશાનીની ચિંતા - ખેડૂતોના ડાંગરના પાકને જંગી નુકસાન
🎬 Watch Now: Feature Video
ડાંગ વીજળીના કડકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમ છેલ નજરે આવી હતી. રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસના વિરામ બાદ ફરીવાર વરસાદની રમઝટ બોલાવતા સમગ્ર વાતાવરણ ચોમાસામાં બની જવા પામ્યું હતું. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત પંથકોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમ છેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લામાં લાંબા વિરામ બાદ ગિરિમથક સાપુતારા સહિત સુબીર અને આહવા અને વઘઈ તાલુકામાં મેઘરાજાની સિઝન પછી ફરી એન્ટ્રી થઈ હતી. સાપુતારા અને તળેટીના વિસ્તારમાં ભારે વરસાદથી રમઝટ ચાલુ જ રહેતા માર્ગો પર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. પાછોતરા વરસાદના પગલે ડાંગ જિલ્લાના ખેડૂતોના ડાંગરના પાકને જંગી નુકસાન થવા પામ્યું હતું. કાપણીના સમયે જ ધોધમાર વરસાદ પડવાથી કાપી રખાયેલા ડાંગરના ખેતરમાં પાણી ભરી જવા પામ્યા હતા. જેના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હજૂ પણ વરસાદની સ્થિતિ એવી જ રહેશે તો ખેડૂતોના પાકને ખૂબ વધારે નુકસાન થવાની શક્યતા છે. (Heavy rain in Dang Saputara) (Dang district Saputara and foothills)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST