વડોદરા એમએસયુ વિદ્યાર્થીઓએ કચ્છ સરહદના જવાનો માટે ખાસ દિવાળી કાર્ડ જાતે બનાવ્યાં - કચ્છ સરહદના જવાનો
🎬 Watch Now: Feature Video

વડોદરાની એમએસ યુનિવર્સિટીની જર્નાલિઝમ ફેકલ્ટી ( Faculty of Journalism MS University Vadodara ) ના વિદ્યાર્થીઓએ બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે હાથથી દિવાળી કાર્ડ ( Handmade Diwali Card ) બનાવ્યા છે. સૌથી મહત્વની વાત એ છેકે આ વિદ્યાર્થીઓ જે કાર્ડ તૈયાર કરી રહ્યા છે તે તેમના પોકેટમનીમાંથી બનાવે છે. આ વખતે બનાવાયેલા કાર્ડ કચ્છ સરહદના બીએસએફના જવાનો ( BSF personnel of Kutch border ) ને મોકલાશેે. સરલ પટેલે જણાવ્યું હતું કે પહેલા વર્ષે 750 કાર્ડ બનાવ્યા હતાં. 2021 300 કાર્ડ બનાવીને બોર્ડર પર મોકલવામાં આવ્યા હતાં. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ 500 કરતા વધારે દિવાળી કાર્ડ પોતાના હાથથી બનાવ્યાં છે.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST