રાજકોટ બન્યું 'ખાડા' કોટ, આખરે કુંભકર્ણ બનેલું તંત્ર જાગ્યું - ગુજરાતમાં ચોમાસાની શરૂઆત
🎬 Watch Now: Feature Video
રાજકોટ : રાજકોટ શહેરમાં મંગળવારે પડેલા (Moonsoon Gujarat 2022) ભારે વરસાદને પગલે ચારે બાજુ પાણી જ પાણી ભરાઈ ગયા હતા, ત્યારે પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી અને શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. તેને લઈને વાહનચાલકોમાં મુશ્કેલી જોવા મળી હતી. આ અંગે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું કે, હાલ શહેરના લગભગ તમામ રાજમાર્ગ અને મુખ્ય વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા CCTV નેટવર્કનો ઉપયોગ રસ્તાના ખાડાઓ શોધવા માટે કરી રહ્યા છીએ. ખાડા શોધીને તેને બુરવાની સૂચના પણ ત્રણે ઝોનના સીટી ઇજનેરોને આપી દીધી છે. તમામ ઇજનેરોને પોતપોતાના ઝોન અને વોર્ડમાં CCTV માંથી નિહાળીને ખાડા પુરવાનું શરૂ કરી દીધું હતું. તેમાં મેટલ, મોરમ જે પ્રકારે ખાડા બુરાતા હોય તે કેમેરા માંથી જોઈને તુરંત સુચના આપવા અને વાહન ચાલકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે બાબતો ધ્યાને રાખવાની સૂચનાઓ જાહેર કરી હતી. આ ઉપરાંત ઓક્ટોબર સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો આજીડેમમાં આવી ગયો છે. આજી-1 અને ન્યારી ડેમમાં ભારે વરસાદથી આગામી દિવાળી સુધીનું પીવાનું પાણી આવી ગયું છે. જેથી હવે મનપા પૈસા ખર્ચીને સૌની યોજના મારફત આવતા નર્મદાનું પાણી નહીં મંગાવે (Gujarat Rain Update) અને બધા સ્થળોએ સારો વરસાદ પડતા સિંચાઈ વિભાગે સૌની યોજના અંતર્ગત પાણી બંધ કર્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST