જીગ્નેશ મેવાણીની ધરપકડ પર કોંગ્રેસ લાલચોળ, અર્જુન મોઢવાડીયાએ કહ્યું કોંગ્રેસ લડશે અને ન્યાય અપાવીને રહશે

By

Published : Apr 21, 2022, 4:28 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

thumbnail

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ગઈકાલે રાતે સર્કિટ હાઉસ ખાતેથી આસામ (Assam Police Arrested Jignesh Mevani) પોલીસે ટ્વીટના સંદર્ભ પર ધરપકડ કરી છે. ગત રાત્રે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે પાલનપુર સર્કિટ હાઉસ થી ધરપકડ કરી છે. આ બાબતે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ( Congress leader Arjun Modhwadia)આજે પોરબંદરમાં પ્રેસ કોંફ્રન્સ બોલાવી હતી અને પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે જીગ્નેશ મેવાણીની ધરપકડએ લોકશાહીનું અપમાન ગણાવ્યું હતું. આસામ થી પોલીસ ગુજરાત આવી અને ઉઠાવીને લઈ ગઈએ સૌથી મોટી ગુંડા ગર્દી કરવાના વાત છે. આનાથી સાબીત થાય છે કે ગુંડા ગર્દી થાય છે દેશમાં વડાપ્રધાનના આશિર્વાદ છે. જો આશિર્વાદ નથી તો વડાપ્રધાને સાબીત કરવું પડે હું એમાં સાથે નથી. આસામના મુખ્યપ્રધાન અને આસામ સરકારે સુચિત કરવું પડશે કે આ કાર્યવાહી બંધ કરે. કેસ કરવો હતો તો ગુજરાતમાં પણ થઈ શકતો હતો. એટલે કરવામાં આવી રહ્યું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટીણી નજીક આવી રહી છે. ગુજરાતમાં જે લીડર છે લોકોને અપીલ કરી શકે એને ચૂંટણીથી બહાર કરે છે. ગુજરાતની ન્યાયાલય પર પુરો વિશ્વાસ છે. આ જે આસામ પોલીસની એક્સન છે તેની સામે કોંગ્રેસ લડશે અને જીજ્ઞેશ મેવાણીને ન્યાય અપાવીને રહશે.

Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.