કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો, મોદી મોદીના નારા લાગતાં સર્જાઈ તંગદિલી - આમ આદમી પાર્ટી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 28, 2022, 7:37 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) લઈને પ્રથમ તબક્કાના પ્રચારની આખરી ઘડીઓ(In the final phase of the first phase campaign) ગણાય રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ(Delhi Chief Minister Arvind Kejriwal) આજે સુરતની મુલાકાતે છે. સુરતના કતારગામમાં કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો(Stone pelting at Kejriwal's road show) થયો હતો. મગનનગર નજીક ધનમોરા કોમ્પલેક્સ પાસે આ ઘટના બની હતી. આમ આદમી પાર્ટીનો રોડ શો પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્થાનિક લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. જેનાથી માહોલ તંગ થતાં એકબીજા પર પથ્થરમારો કર્યો હતો અને લાકડીના ફટકા મારતા દ્રશ્યો સામે આવ્યા હતા. બે પથ્થરો કારના બોનેટ સહિતના ભાગ પર પડ્યાં હતાં. સદનસીબે કોઈને પથ્થર વાગ્યા નહોતા. જો કે ત્યારબાદ પોલીસ કાફલો અને સુરક્ષા દળના જવાનો મોટી સંખ્યામાં કારની આસપાસ ગોઠવાઈ ગયા હતાં.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.