ગુજરાત ગૌરવ યાત્રા સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશ કર્યો, કેન્દ્રીયપ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ હેતુ જણાવ્યો
🎬 Watch Now: Feature Video
બહુચરાજીથી શરૂ થયેલી ગુજરાત ગૌરવ યાત્રાના ત્રીજા દિવસે આજે સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશ ( Gujarat Gaurav Yatra in Sabarkantha ) કર્યો છે. સાબરકાંઠામાં ગુજરાત ગૌરવ યાત્રા તલોદથી શરૂઆત થઈ છે. કેન્દ્રીયપ્રધાન પુરુષોત્તમ રૂપાલા ( Union Minister Purushottam Rupala ) ના અધ્યક્ષસ્થાને જાહેર સભા યોજી ગૌરવ યાત્રાની શરૂઆત થઇ છે. જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી તેમજ ગુજરાત સરકારના અન્ન પુરવઠાપ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં ટેકેદારો અગ્રણીઓ જોડાયા છે. સાબરકાંઠાની પ્રાંતીજ વિધાનસભા સીટ ( Prantij Assembly Seat ) થી ગૌરવયાત્રાઓની શરૂઆત થઈ છે. ત્યારે તલોદ નજીક રોજડ ખાતે જંગી જાહેરસભા યોજાઈ હતી. જ્યાં કેન્દ્રીયપ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે આજ દિન સુધી છેલ્લા અઢી દાયકાથી ભાજપ સરકારે જે કહ્યું છે તે સંપૂર્ણ કરી બતાવ્યું છે અને કરેલા કામોના ગૌરવ અંતર્ગત ગુજરાતમાં ગૌરવ યાત્રા યોજાઇ રહી છે. સાથોસાથ ગૌરવયાત્રાના પગલે ગુજરાત ભાજપના કાર્યકરો ટેકેદારો અને સમર્થકોનો ઉત્સાહ (Gujarat BJP ) પણ બેવડાયો છે. 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે ત્યારે વિકાસની નવીન દિશા તેમજ ગતિની સાથે છેવાડાના જનમાનસમાં વિશ્વાસનો સંચાર થયો છે ત્યારે નવા સૂત્ર અંતર્ગત આ ગૌરવ યાત્રા યોજાઇ છે. આગામી સમયમાં ગુજરાતના છેવડાના વ્યક્તિ સુધી પહોંચવાનો સંપૂર્ણ પ્રયાસ કરાશે.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST