Ahmedabad National Book Fair: CM ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુકફેર ખુલ્લો મુક્યો
🎬 Watch Now: Feature Video
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 6થી 12 જાન્યુઆરી દરમિયાન નવમા વાઈબ્રન્ટ અમદાવાદ નેશનલ બુકફેર -2024નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુકફેરનું ઉદઘાટન કરવામાં આવ્યું. બુકફેરમાં દેશભરના 65 જેટલા પુસ્તક પ્રકાશકોના 140થી વધુ બુક સ્ટોલ પર વિવિધ વિષયોનાં પુસ્તકો ઉપલબ્ધ છે. બુકફેરની સાથોસાથ યોજાનાર દૈનિક સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સાહિત્ય સપ્તાહ, ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ, જ્ઞાનગંગા વર્કશોપ, કવિ સંમેલન, મુશાયરા, ટોક શો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્ટોલ પરથી શ્રીમદ્ ભગવદ્ ગીતા અને રામાયણ સહિતનાં પુસ્તકોની ખરીદી પણ કરી હતી. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓના 'વેસ્ટમાંથી બેસ્ટ' બનાવવાના કૌશલ્યનું નિદર્શન કરતા ખાસ પ્રદર્શનનો એક સ્ટોલ પણ બુકફેરમાં બનાવવામાં આવ્યો છે.