ખેડાના ચકલાસીની સભામાં યોગી આદિત્યનાથે ધર્મ અને રાષ્ટ્ર રક્ષા માટે ભાજપને મત આપવા કર્યું આહ્વાન - Chaklasi of Kheda district

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 3, 2022, 9:37 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ખેડા જિલ્લાના ચકલાસી ખાતે ભાજપ ઉમેદવારના પ્રચાર માટે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની જાહેર સભા યોજવામાં આવી હતી.જેમાં યોગી આદિત્યનાથે ભાજપ ઉમેદવારને જીતાડવા આહ્વાન કર્યુ હતું. ખેડા જિલ્લાના ચકલાસી ખાતે મહુધા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહીડાના પ્રચાર માટે યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. ચકલાસી ખાતે જંગી જનસભાને સંબોધતા યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને માત્ર બે જ સીટ મળી હોઈ રામનામ સત્ય માટે પણ ચાર જોઈએ તેમ જણાવા કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. જ્યારે આમ આદમી પાર્ટીને ઉત્તરપ્રદેશમાં ઝીરો બેઠક મળી છે. તેમ જણાવી ધર્મ રક્ષા અને રાષ્ટ્ર રક્ષા માટે ભાજપને મત આપવા આહ્વાન કર્યુ હતું. Chaklasi of Kheda district Chief Minister of Uttar Pradesh Mahudha assembly seat Mahudha assembly seat BJP candidate Gujarat Assembly Election 2022
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.