યોગેશ પટેલ આઠમી વાર ચૂંટણી જંગમાં જંગી લીડથી વિજયી - વડોદરા વિધાનસભા સીટ
🎬 Watch Now: Feature Video

વડોદરા માંજલપુર બેઠકનો(Vadodara Manjalpur Seat) ગઢ બરકરાર જોવા મળી રહ્યો છે. સાત વાર જીતેલાં અને ગુજરાત વિધાનસભાની 2022 ચૂટણીમાં સૌથી વયોવૃદ્ધ ઉમેદવાર(Oldest candidate) અને વડોદરામાં જમીની નેતા તરીકે પ્રસિદ્ધ એવા યોગેશ પટેલ ઉર્ફે કાકા આઠમી વાર ચૂંટણી જંગમાં જંગી લીડથી(Vadodara assembly seat) વિજયી બન્યાં. યોગેશ સાથે મત ગણતરી કેન્દ્ર ઉપરની મુલાકાત લીધી હતી.વડોદરાની માંજલપુર વિધાનસભા સીટ યોગેશ પટેલ ઉભા હતા અને યોગેશ પટેલ 1990થી સતત ગુજરાત વિધાનસભામાં ચૂંટણી જીતતા આવ્યા છે.તેમની ઉંમર હાલ 76 વર્ષ છે. તેમની ઉંમરને પણ પાર્ટી દ્રારા જતી કરવામાં આવી છે. તેઓ આ વખતે 1,00,754 મતોથી જીત્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST