નવસારીમાં 250 તામિલ પરિવારોને આકર્ષવા ભાજપનો માસ્ટર પ્લાન - નવસારીમાં મતદારો
🎬 Watch Now: Feature Video
નવસારી હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ (Navsari assembly seat) જામ્યો છે, ત્યારે દરેક પક્ષ પોતાના મતદારોને રીઝવવા માટેના અવનવા પ્રયાસ કરતું હોય છે. એમાં પણ ખાસ કરીને રોજગારી માટે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં સ્થાયી થયેલા મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે રાજકીય પક્ષો પ્રાંતવાદ સાથે ભાષાવાદનો ઉપયોગ સારામાં સારી (Navsari Assembly Candidate) રીતે કરે છે, ત્યારે આ વખતે નવસારી શહેરમાં વસતા 250 તામિલ પરિવારો જે 35 વર્ષથી વધુ સમયથી વસીને ઇડલી, ઢોસા અને અન્ય વ્યવસાય સાથે જોડાઈ પોતાનું ગુજરાન ચલાવે છે. એવા દક્ષિણના પરિવારોને પોતાની તરફ ખેંચવા માટે ભાજપે રણનીતિ ભજવી છે. તમિલ મતદારોને મતદાન (Tamil family in Navsari) કરાવવા માટે મુંબઈના સાયન કોલીવાળાના ધારાસભ્ય કેપ્ટન આર. તમિલ સેલવમને નવસારીમાં તમિલ મતદારોને (Voters in Navsari) રીઝવવા માટે મેદાને ઉતાર્યા છે. કેપ્ટન આર. તમિલ સેલમ અને ભાજપના અગ્રણીઓ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરીને નવસારીમાં દક્ષિણનાં પરિવારના 1200 મતદારો પાસે જઈ ભાજપની વિકાસલક્ષી ગાથાઓને ગાઈને ભાજપના સ્થાનિક ઉમેદવારોને વોટ આપવા માટે અપીલ કરી રહ્યા છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST