મહિલાઓએ પોસ્ટરો સળગાવીને કર્યો ભાજપના ઉમેદવારનો વિરોધ

By

Published : Nov 11, 2022, 10:20 AM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

thumbnail
સુરત કામરેજના કઠોદરા ગામે મહિલાઓ દ્વારા ભાજપના ઉમેદવાર (Kamrej BJP candidate Praful Pansuriya) પ્રફુલ પાનસેરિયાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપ ઉમેદવારના પોસ્ટર સળગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા 160 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કામરેજ વિધાનસભા બેઠક પર કામરેજના (BJP candidate opposition) પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયાની ટિકિટ આપવામાં આવી છે. ત્યારે કામરેજ તાલુકાના કઠોદરા ગામે ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરીયાનો વિરોધ થયો હતો. સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પ્રફુલ પાનસરિયાના (Praful Pansuriya opposition in surat) પોસ્ટર સળગાવવામાં આવ્યા હતા. વિરોધ કરતી મહિલાઓએ ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરિયાને મહિલા વિરોધી તેમજ પાટીદાર વિરોધી જણાવ્યા હતા. આ વિરોધમાં બહોળી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. પ્રફુલ પાનસેરિયા ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, મહિલા કંઈ બાબતને (Kamrej assembly seat) લઈને વિરોધ કરી રહી છે હું કશું જાણતો નથી. પણ આ બધું આમ આદમી પાર્ટીના ઇશારે થઈ રહ્યું છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.