જલાલપુર વિધાનસભા બેઠક પર આર સી પટેલની જંગી બહુમતીથી જીત, મતગણતરી સેન્ટરથી વિજય સરઘસ - જલાલપુર વિધાનસભા બેઠક
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભાની મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે મત ગણતરીનો મહત્વનો દિવસે નવસારીની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં નવસારીની ચાર વિધાનસભા બેઠકોની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જલાલપુર વિધાન સભામાં આર સી પટેલ જંગી બહુમતીથી વિજયી બન્યા છે. નવસારીની ચાર વિધાનસભા બેઠકોની મતગણતરી નવસારી ખાતે આવેલી ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે શરૂ કરવામાં આવી હતી. ત્યારે જલાલપુર વિધાનસભા બેઠક પર ભાજપ એ પોતાનો કેસરિયો લહેરાયો છે. 174 જલાલપુરના ભાજપે ઉમેદવાર આરસી પટેલ 68,329 મતોથી કોંગ્રેસના રણજીત ઉર્ફે મુન્ના પંચાલને પછાડીને વિજય બન્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આર.સી.પટેલ 1,06,244 વોટથી જીત મેળવી છે. જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર રણજીત (મુન્નાભાઈ) પંચાલ 37,545 વોટ મળ્યા હતા. આ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રદિપકુમાર (બેંકવાલા) 10396 વોટ મેળવ્યા હતા. વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર આરસી પટેલ આ બેઠક પરથી સાત વાર તેઓની ટિકિટ આપવામાં આવી હતી. તેમાં તેઓ છ ટમથી વિજય બનતા આવ્યા છે. ખાસ કરીને આ બેઠક કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર આરસી પટેલ કોળી મતદારોને રિઝવામાં અહીં સફળ થયા છે. તેઓની જીતને લઈને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થઈ મતગણતરી સેન્ટરથી વિજય સરઘસ કાઢી ખુશીનો આનંદ વ્યક્ત કર્યો હતો. Gujarat Assembly Election 2022 Voting process of Gujarat Assembly Gandhi Engineering College Navsari Jalalpur assembly seat
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST