ચાની ચુસ્કી! દાવ પેચ ભુલીને ધાનાણીએ રૂપાલાના આર્શીવાદ લેતા અદભુત દ્રશ્યો સર્જાયા - Parshottam Rupala Paresh Dhanani tea in Amreli

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 29, 2022, 4:07 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

અમરેલી : ચૂંટણીના પ્રચાર લઈને ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે વિધાનસભાના વિરોધપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ ભાજપને (Amreli BJP office) સરપ્રાઈઝ આપી હતી. પોતાની આગવી પ્રચાર શૈલી માટે જાણીતા ધાનાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતા. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અમરેલીના ભાજપ કાર્યાલય પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક પહોંચ્યા હતા. આમ તો લોકો આ અદભૂત દ્રશ્ય જોઈ ચોંકી ગયા હતા, ત્યારે ભાજપના કાર્યકરોમાં ઘડીભર સન્નાટો છવાઈ ગયો હતો. પરેશ ધાનાણી પહોંચતા ત્યારે દિલીપ સંઘાણી, પરષોત્તમ રૂપાલા અને ગોરધન ઝડફિયા સહિતના નેતા સવારની ચાની ચૂસકી લેતા નજરે પડ્યાં હતાં, ત્યારબાદ ભાજપના દિગ્ગજ નેતાઓ પાસેથી ધાનાણીએ આશીર્વાદ પણ લીધા હતા. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રાજકીય દાવ પેચ ભૂલી ચાની ચુસ્કી સાથે હળવાશની પલો માણતા ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોવા મળ્યા હતા, ત્યારે જિલ્લામાં રાજકારણની અદભૂત તસ્વીરો સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. Gujarat Assembly Election 2022, Parshottam Rupala Paresh Dhanani tea in Amreli
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.