ફોર્મ ભર્યા બાદ ઉમેદવારે કાંઠા વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો શરૂ - Election
🎬 Watch Now: Feature Video
સુરત ગુજરાત વિધાનસભાનો ઢોલ વાગી ગયો છે, ત્યારે તમામ રાજકીય (Surat assembly seat) પક્ષોના ઉમેદવાર ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે. મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે ઓલપાડ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા પાટીદાર નેતા ધાર્મિક માલવિયાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે લડાયક નેતા દર્શન નાયકને ટિકિટ આપી છે. તો બીજી તરફ ભાજપે (Olpad Assembly seat) ફરી મુકેશ પટેલને મેદાને ઉતાર્યા છે, ત્યારે મુકેશ પટેલે ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામડાઓમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ વિધાનસભા બેઠક પર ભાજપ માટે કોઈ પડકાર નથી ઓલપાડ બેઠક પર ભાજપની એક (Mukesh Patel in Olpad) લાખ મતની લીડથી જીત થશે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST