પૂર્વ ધારાસભ્ય અને હાલના મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે નવસારી ખાતે મતદાન કર્યું
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભા(Gujarat Assembly Election 2022) માટે આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા આરંભાય છે. જિલ્લાની 4 વિધાનસભા બેઠકો ઉપર 10.78 લાખ મતદારો 1147 મતદાન કેન્દ્રો પરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે જિલ્લાના તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારોએ ઉત્સાહ સાથે લાંબી લાઈનો લગાવી હતી. લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નવસારીની ચારેય વિધાનસભા(Navsari assembly seat ) બેઠકો પર (Navsari assembly seat) કુલ 18 ઉમેદવારો ચૂંટણી જંગ ખેલી રહ્યા છે. જેમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે મુખ્ય ચૂંટણી જંગ રમાઈ રહ્યું છે. 175 નવસારી વિધાનસભાની વાત કરીએ તો સવારથી અત્યાર સુધીમાં 20 ટકાથી વધુ મતદાન થઈ ચૂક્યું છે. જેને જોતા નવસારીમાં 70 ટકા મતદાન નું અનુમાન લગાવાઇ રહ્યું છે. ત્યારે નવસારીના છ ઉમેદવારોમાંથી મતદારો કોના ઉપર પોતાનો પ્રેમ વરસાવે છે. તે આઠમી ડિસેમ્બરે એવીએમ ખુલ્યા બાદ જ જાણી શકાશે. ત્યારે નવસારીમાં મતદાન શરૂ થતા જ નવસારીના પૂર્વ ધારાસભ્ય અને હાલના મધ્ય પ્રદેશના રાજ્યપાલ(Governor of Madhya Pradesh) મંગુ ભાઈ પટેલે પરિવાર સાથે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. સાથે તેઓએ મતદાન માટેની જાગૃતિના પ્રદર્શન ની પણ મુલાકાત લીધી હતી.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST