300 પરિવારોઓએ ચૂંટણીનો બહિષ્કાર કરીને તંત્ર સામે કરી લાલ આંખ - Election boycott in Dabhoi
🎬 Watch Now: Feature Video
વડોદરા : ડભોઇ વિધાનસભાના રેલવે ગોદી વિસ્તારમાં છેલ્લા કેટલા (Dabhoi Assembly Elections) સમયથી પાણીની સમસ્યાને કારણે ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે. સ્થાનિક રહીશોએ તંત્રને રજૂઆતો કરવા છતાં સ્થાનિક રહીશોના પ્રશ્નો ને હલ ન કરતા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સ્થાનિક રહીશોને એકથી દોઢ કિલોમીટર દૂર પાણી ભરવા માટે જવું પડે છે. ગૃહિણીઓને (Election boycott in Dabhoi) પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેટલીક વાર તો ઘરમાં પાણી ન હોય તો પોતાનો વેપાર ધંધો પણ છોડીને પાણી ભરવા માટે જોવું પડતું હોય છે. તંત્રને વારંવાર રજૂઆતો કરી પરંતુ કોઈ પણ પક્ષ કે સત્તાથી સધીકારી કે તંત્રએ આ બાબતે કાળજી ન લેતા ડભોઇના 300 જેટલા (Godi area Election boycott) પરિવારો પોતાનો મત આપવાથી વેગડા રહ્યા હતા. ત્યારે સ્થાનિક રહીશોની સમસ્યાનો ઉકેલ ન આવતા કોણ બાજી મારી જશે. એ તો આવનાર સમય બતાવશે. તેઓની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આવનારી દરેક ચૂંટણીઓમાં તેઓ ચૂંટણીનું બહિષ્કાર કરશે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST