કચ્છની 6 બેઠકો પર સરેરાશ 54.91 મતદાન, 8મીએ ઉમેદવારોનું ચિત્ર થશે સ્પષ્ટ - What percentage voting in Kutch
🎬 Watch Now: Feature Video
કચ્છ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાની મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પ્રથમ (First Phase Election 2022) તબક્કામાં ગઈકાલે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી કચ્છની છ બેઠકો માટે મતદાન થયું હતું. કચ્છની 6 બેઠકો પર 6:30 વાગ્યા સુધીના આંકડાકીય માહિતી મુજબ સરેરાશ 54.91 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન અંજાર વિધાનસભા બેઠક પર 64.13 ટકા થયું છે, તો સૌથી ઓછું મતદાન ગાંધીધામ વિધાનસભા બેઠક પર 39.89 ટકા થયું છે. જો અન્ય બેઠકોની વાત કરીએ તો અબડાસા (Polling station in Kutch) વિધાનસભા બેઠક પર 62 ટકા, ભુજમાં 59.20 ટકા, માંડવી મુન્દ્રા બેઠક પર 52.55 ટકા અને રાપર (Voters in Kutch) બેઠક પર 54.11 ટકા મતદાન થયું હતું. મતદાન મથકો પર દિવ્યાંગ લોકો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તો 60થી 80 વર્ષના વૃદ્ધોએ પણ ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું હતું. તો પ્રથમ વખત મતદાન કરતા યુવાનો હોંશભેર મતદાન કરવા ઉમટ્યા હતા. તો સુરક્ષા એજન્સીના જવાનો અને ચુંટણી ફરજ (Voters in Kutch) પરના સ્ટાફે પણ મતદાતાઓને મદદ કરી હતી તો હવે મતદાન મથકો પર ઈવીએમ મશીનો સીલ કરી નાખવામાં આવ્યા છે, તો કચ્છની 6 બેઠકો માટે 55 ઉમેદવારોનું ભવિષ્ય છે તે આ EVMમાં કેદ થયું છે. EVM મશીનને સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવી રહ્યું છે તો 8મી ડિસેમ્બરે મત ગણતરી થશે અને ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે.(Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST