બળદગાડામાં જાન લઈને મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો - Old tradition wedding ceremony

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 26, 2022, 11:25 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

અમરેલી લોકશાહીનો મહાપર્વ આવ્યો છે, ત્યારે આ અવસરનો નવતર પ્રયોગ (Savarkundla Voting awareness) કરતા સાવરકુંડલાના કલ્યાણપરાના લગ્ન પ્રસંગે પૌરાણિક પરંપરા મુજબ જૂની રીતભાત સાથે જાન જોડી નીકળી હતી. જેમાં લોકોને આવનારા દિવસોમાં મતદાન અવશ્ય કરવાના બેનરો લગાવી લોક જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. સાવરકુંડલા (Bullock cart wedding in Savarkundla) તાલુકાના કલ્યાણપરા ગામેથી જૂની પરંપરા મુજબ જાન જોડવામાં આવી હતી. આ જાનમાં વર પક્ષ દ્વારા 11 બળદગાડા (Old tradition wedding ceremony) અને ટ્રેક્ટરમાં લીખાળા ગામે લગ્ન પ્રસંગે જાન લઈ જવામાં આવેલી. જેમાં મતદાન જાગૃતિનો માટે અનોખો પ્રયાસ કરીને બળદગાડાની આગળ અવશ્ય મતદાન કરવા માટે પોસ્ટરો લગાવવામાં આવેલા છે. જાન પક્ષના મોટાભાગના જાનૈયાઓએ જુના પરંપરાગત પોશાકો પહેરીને લોકશાહીનો અવસર ઉજવવા માટે અનોખો સંદેશો આપ્યો હતો. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.