મતદાનને પ્રોત્સાહન આપવા પાટણના વેપારી કરી એક અનોખી પહેલ - ચૂંટણી પંચની અવેરનેસ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17117860-thumbnail-3x2-pttn-aspera.jpg)
મતદાનની લોકોમાં જાગૃતિ આવે તે માટે પાટણના ઈન્કપેનના વેપારીએ મતદાન કરી આવનાર મતદાતાઓને ધ્યાન આપવાની જાહેરાત કરી છે. જેને લઈને મોટી સંખ્યામાં મતદાતાઓ મતદાન કરવા માટે પ્રેરાયા છે. પાટણ વિધાનસભાની બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. વહેલી સવારથી જ ઉત્સાહ સાથે મતદારો મતદાન મથકો પર જઈ મતદાન કરી રહ્યા છે. ચૂંટણી પંચની સતત અવેરનેસને કારણે પાટણ શહેરમાં લોકો વધુને વધુ મતદાન કરવા પ્રેરાય તે માટે પાટણના એક વેપારીએ અનોખો નુસ્કો અપનાવ્યો છે. મતદાન કરીને આવનાર વ્યક્તિને ભેટ સ્વરૂપે એક નાની બેન આપવાની જાહેરાત કરી હતી. જેને પગલે વહેલી સવારથી જ મતદાતાઓ મતદાન કરીને વેપારીની દુકાન અર્થે પોતાની ભેટ લેવા પહોંચ્યા હતા. ત્યારે વેપારીએ પણ દરેક મતદાતાઓને ભેટ સ્વરૂપે એક પેન આપી હતી. ETV Bharat સાથેની વાતચીતમાં વેપારીએ જણાવ્યું હતું કે લોકશાહીના આ મહાપર્વમાં લોકો વધુને વધુ મતદાન કરે તે માટે આ રીતની જાહેરાત કરી છે. જેમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોને પેન આપી છે. સાંજ સુધીમાં જેટલા પણ લોકો આવશે જેટલા લોકોને પોતાની દુકાન પરથી પેન આપશે. તેવું વેપારીએ જણાવ્યું હતું. લોકશાહીના મહાપર્વમાં લોકોને મતદાન કરવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપવા માટે પાટણના પેનના વેપારીની આ અનોખી પહેલ આવકારદાયક છે. Second Phase Voting Gujarat Assembly Election 2022 Public awareness of voting Inkpen dealer from Patan Patan assembly seats Awareness of Election Commission
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST