Vibrant Summit 2024: ગૌતમ અદાણીએ 1 લાખ રોજગારીના સર્જન સાથે કરી મોટી જાહેરાત
🎬 Watch Now: Feature Video
Published : Jan 10, 2024, 1:15 PM IST
ગાંધીનગર: ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજથી ત્રણ દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ થયો છે. મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં ગ્લોબલ સીઈઓ, બિઝનેસ પ્રતિનિધિમંડળો, રાજદ્વારીઓ સહિત અનેક વીવીઆઈપીએ અને વીઆઈપી મહાનુભાવો સહિત 25 હજારથી વધુ ડેલિગેટ્સ આ સમિટમાં ભાગ લીધો છે. આજે સવારે 9.45 કલાકે વડાપ્રધાન મોદી 10મી વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરાવ્યું હતું. ત્યાર બાદ એક બાદ ટોચના ઉદ્યોગપતિઓએ વાઈબ્રન્ટ સમિટના મંચ પરથી સંબોધન કર્યું હતું. જેમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં ગૌતમ અદાણીએ કહ્યું કે, અદાણી ગ્રુપ આગામી 5 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. અદાણી જૂથ ખાવડામાં સૌથી મોટા 30 ગીગાવોટના ગ્રીન એનર્જી પ્લાન્ટની સ્થાપના કરશે જેના થકીગુજરાતમાં 1 લાખ રોજગારીનું સર્જન થશે.