બેંક અધિકારીના નામે ઠગાઈ, OTP આપો કહી ગઠિયાએ 8 લાખ ગાયબ કર્યા - 8 લાખ રૂપિયાની છેતરપિંડી

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Dec 18, 2023, 11:12 AM IST

અમદાવાદ : રાજ્યભરમાં સાયબર ક્રાઇમને લગતા કિસ્સા વધતા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં ગઠિયા અને ભેજાબાજ તત્વો વિવિધ પ્રકારે ગુના આચરતા હોય છે. ત્યારે આવા જ એક કિસ્સામાં અજાણ્યા શખ્સે બેંક અધિકારી હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદી સાથે 8 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે.

બેંક અધિકારીના નામે ઠગાઈ : ભેજાબાજ ગઠિયો હાલમાં અલગ-અલગ પ્રકારના સાયબર ક્રાઇમના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે નવા પ્રકારનો સાયબર ક્રાઇમ સામે આવ્યો છે. જેમાં એક અજાણ્યા શખ્સે આધેડને વોટ્સએપ કોલ કરીને કહ્યું કે, તમારા ખાતામાંથી 4.90 લાખનું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે, તમારે રોકવું હોય તો મને તમારો આઈડી-પાસવર્ડ આપો.

8 લાખની છેતરપિંડી : ભેજાબાજ શખ્સની વાતોમાં ભોળવાઈ જઈને આધેડે તેના જણાવ્યા અનુસારની માહિતી આપી હતી. ત્યારબાદ ગઠિયાએ OTP મેળવી લઈને આધેડના ખાતામાંથી ત્રણ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને રુપિયા 7.55 લાખ ઉપાડી લીધા હતા. આ અંગે ઠગાઈનો ભોગ બનનાર આધેડની પત્નીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

  1. સાબરમતી જેલમાં કેદી પાસેથી 25 પડીકી ગાંજો ઝડપાયો, નાસ્તાના પડીકામાં છુપાવી હતી ગાંજાની પડીકીઓ
  2. ગાંધીનગરની કુરિયર ઓફિસમાંથી ચોરી કરતી ગેંગ અમદાવાદથી ઝડપાઇ, મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.