નિવૃત આર્મીના જવાનોના કારણે મુખ્યપ્રધાન પાછળના બારણેથી પહોંચ્યા ગાંધીનગર

🎬 Watch Now: Feature Video

thumbnail
ગાંધીનગર : આર્મીના નિવૃત જવાનો પોતાની 14 માંગો સાથે ગાંધીનગર ખાતે આંદોલન કર્યું હતું. 700થી વધુ નિવૃત્ત આર્મીના જવાનો દ્વારા સચિવાલય ગેટ નંબર 1 થી સામે વિરોધ (Protest of Retired Army Soldiers) પ્રદર્શન અને ધરણા કરવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અમરેલીના પ્રવાસે હતા અને આ દરમિયાન તેઓ અમદાવાદ પરત ફર્યા, ત્યારે અમદાવાદ ગાંધીનગર હાઇવે ઉપર નિવૃત્ત આર્મીના જવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. સલામતીના ભાગરૂપે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જવા માટે રસ્તો બદલવાની ફરજ પડી હતી. એરપોર્ટથી તેઓ સીધા ચિલોડા ગયા હતા અને ચિલોડાથી પાછળ ના રસ્તે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. અંતે આંદોલન દરમિયાન 10 થી 15 જેટલા આગેવાનોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Army Meeting with CM) સાથે બેઠક કરી હતી. એક કલાક ચાલેલી બેઠકમાં આવતા સોમવારે ફરીથી રાજ્યના મુખ્ય સચિવ સાથે બેઠક કરી તમામ મુદ્દાઓનો ઝડપી ઉકેલ થાય તે બાબતનો નિર્ણય અત્યારે કરવામાં આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.