ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત નવસારીમાં બાર એસોસિએશનમાં બે પ્રમુખોની વરણી - ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત
🎬 Watch Now: Feature Video
નવસારી બાર એસોએશનની ચૂંટણીમાં(Navsari Bar Association) પ્રમુખ પદ માટે બે ઉમેદવાર વચ્ચે ટાઈટ થતાં સર્વાનું મતે ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત નવસારી ખાતે 12 એસોએશનમાં બે પ્રમુખોની (Appointment of two presidents Bar Association) નિમણૂક કરવામાં આવી છે. નવસારી બાર એસોસિએશન(Navsari Bar Association) દ્વારા વકીલ મંડળ ના પ્રમુખ ઉપપ્રમુખના સ્થાન માટે તથા અન્ય પદ માટે આજે નવસારી કોર્ટ પરિસરમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં રસાકસી સાથે આશ્ચર્ય પામી જાય તેવા પરિણામો જાહેર થયા હતા. જેમાં ઉમેદવારો પ્રકાશ કંથારીયા અને રાકેશ પરદેશી પ્રમુખ પદની ચૂંટણીમાં આ બે ઉમેદવારો વચ્ચે રસાકસીનો માહોલ જામ્યો હતો. પણ પરિણામ કંઈક અલગ આવતા વકીલ મંડળ પણ આશ્રયચકિત થઈ ગયા હતા. જેમાં બંને ઉમેદવારોને 150 150 મતો મળતા ચૂંટણી ટાઈ થઈ ગઈ હતી. નવસારી બાર કાઉન્સિલમાં આ પ્રકારનું પરિણામ પ્રથમવાર જોવા મળ્યું હતું. જેમાં કોઈ પણ ઉમેદવારને બહુમતી મળી ન હતી જેને ધ્યાનમાં રાખીને બાર કાઉન્સિલના સભ્યો દ્વારા સર્વાનુ મતે ટાઈ થયેલી ચૂંટણી માટે વચલો રસ્તો કાઢી બંને સભ્યોને માન્યતા આપી છ છ મહિનાની મુદત માટે તેમનો કાર્યકાળ નક્કી કરવામાં આવ્યો છે. પ્રમુખોની નિમણૂક આ પ્રમાણે કરવામાં આવી છે જેમાં પ્રથમ છ માસ માટે પ્રકાશ કંથારીયા અને બીજા છ માસ માટે રાકેશ પરદેશી પ્રમુખ પદ સંભાળશે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત નવસારી બાર એસોસિએશનમાં બે પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. આ નિર્ણયને વકીલ મંડળ દ્વારા વધાવી લેવાના આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST