કરજણમાં ઢાઢર નદી ગાંડીતૂર, સંભોઇ ગામને ઘેર્યું - n Dhadhar river of Karjan
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15823853-thumbnail-3x2-vdr-aspera.jpg)
વડોદરાઃ જિલ્લાના કરજણ તાલુકાના( Heavy rains in Vadadara )સંભોઇ ગામે ઢાઢર નદીમાં પાણી વધતા ગામનો એક વિસ્તાર વિખૂટો પડી ગયો હતો. દરમિયાન NDRF બટાલિયન 7ની ટીમ આ ઘટના સ્થળે બોટ અને બચાવની અદ્યતન સાધન સામગ્રી સાથે પહોંચી ગઈ હતી. સામે કાંઠે ફસાયેલા( Dhadhar river floods)લોકોને ઉગારવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. રાજ્યમાં વરસી રહેલ વરસાદે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. ગત રાત્રે જિલ્લાના કરજણમાં પડેલ ધોધમાર વરસાદથી ભારે તરાજી સર્જાઈ છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કરજણના પ્રાંત અધિકારી તેમજ તાલુકા વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં સંકલનમાં જોડાયું હતું.બટાલિયન 6ના પ્રવક્તાના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં કુલ 8 લોકોને સફળતાપૂર્વક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમાં 2 પુરુષ, 2 સ્ત્રીઓ અને 4બાળકોનો સમાવેશ થાય છે. હાલ બચાવ કામગીરી હાલમાં ચાલુ છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST