વઢવાણમાં ભૂંડ પકડવા મુદ્દે બે જૂથ વચ્ચે થયેલા ધિંગાણામાં પાંચ લોકોની ધરપકડ - Punagam pincode
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16012791-thumbnail-3x2-snr-aspera.jpg)
સુરેન્દ્રનગર: વઢવાણ 80 ફૂટ રોડ પર એક જ જ્ઞાતિના બે ટોળા વચ્ચે મારામારી મામલે પોલીસે ઝડપાયેલ તમામ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઘટનામાં આરોપીઓને બનાવ સ્થળે લઈ જઈ રિકનસ્ટ્રકશન કરાવ્યું હતું. આરોપીઓને બનાવની જગ્યા સહિત આસપાસના વિસ્તારોમાં આરોપીઓને લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતુ. તેમ ભૂંડ પકડવા બાબતે એક જૂથના યુવાનોની કાર સાથે બોલેરો કાર ચડાવી જાનથી મારી નાખવાનો દિન દહાડે પ્રયાસ કરવામાં આવ્યો હતો. તલવાર અને ધોકા જેવા હથિયારો વડે મારામારીના બનાવમાં ત્રણથી ચાર વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST