UP News: કક્કો ન સંભળાવતા પિતાએ માસુમ બાળકને માર્યા બાદ દોરડાથી લટકાવ્યો - વીડિયો વાયરલ
🎬 Watch Now: Feature Video
કૌશામ્બીઃ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પોતાના જ માસૂમ બાળકને માર માર્યા બાદ ક્રૂર પિતાએ તેને દોરડા વડે બાંધીને લટકાવી દીધો. માસૂમ બાળકનો વાંક માત્ર એટલો જ હતો કે તે તેના પિતાને હિન્દી કક્કો સાંભળાવી ન શક્યો. આનાથી ગુસ્સે થઈને પિતાએ તેને નિર્દયતાથી માર્યો.
માસુમ બાળકને માર્યો માર: પિતાની નિદર્યતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર મામલો મંઝાનપુર કોતવાલી વિસ્તારના દેવઘરપુર ગામનો જણાવવામાં આવી રહ્યો છે. અઝહર અલી ઉર્ફે ચબ્બાનનો પુત્ર મંઝાનપુરની એક ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. શનિવારે શાળામાં રજા હતી. આ દરમિયાન તે ગામમાં મિત્રો સાથે રમી રહ્યો હતો, ત્યારે તેના પિતા અઝહર અલી આવ્યા અને તેને લાકડાની લાકડી વડે માર મારીને ઘરે લઈ ગયા.
આ પણ વાંચો: Bihar Crime: બેગુસરાયમાં 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ બાદ હત્યા
સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ: બાળકના હાથને દોરડા વડે બાંધીને પટ્ટીથી લટકાવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન બાળક પિતાને તેને છોડી દેવાની વિનંતી કરતો રહ્યો, પરંતુ તેનું દિલ ડગ્યું નહીં. અઝહરની પત્નીએ આ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. જ્યારે પિતાને આ વાતની જાણ થઈ ત્યારે તેણે બાળકને છોડી દીધો. માસૂમની માતાએ આ ક્રૂરતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. માતાના કહેવા પ્રમાણે બાળકનું રડવું સાંભળી શકાતું ન હતું. તેથી પિતા ગુસ્સે થયા હતા.
આ પણ વાંચો: Surat Crime : સુરતમાં આધેડે બાળકીને અશ્લીલ વિડિયો બતાવી કર્યા અડપલા
પિતાની શોધખોળ શરૂ: મંઝાનપુર પોલીસે આ વીડિયોને ધ્યાને લઈ તેના પિતાની શોધખોળ શરૂ કરી છે. તે જ સમયે મંઝાનપુર પોલીસ સ્ટેશનના વડા સંતોષ શર્માના જણાવ્યા અનુસાર વીડિયોની નોંધ લેતા સબ ઇન્સ્પેક્ટરને મામલાની તપાસ માટે ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. જો પીડિત બાળકની માતા ફરિયાદ કરશે તો આરોપી પિતા સામે કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. જોકે ETV ભારત આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.