સુરતમાં જગતના તાતનો ભગવાને તોડ્યો ભરોસો, ખેડૂતો હવે સરકારની સહાયની વાટે... - unseasonal rains in Surat

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Nov 27, 2023, 5:11 PM IST

સુરત : જિલ્લામાં પડેલા ધોધમાર કમોસમી વરસાદને લઈને ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કપાસ, શાકભાજી, એરંડા સહિતના પાકને નુકશાન થતા ખેડૂતોના આખા વર્ષના આયોજન પર પાણી ફરી ગયું છે. હાલ ખેડૂતોએ તેઓના પાકને બચાવવાની કામગીરી હાથ ધરી છે.

જે પ્રકારે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. ઠેર ઠેર પુષ્કળ નુકશાન થયું છે. આજે કમોસમી વરસાદનું જોર ઘટી જતાં થોડી રાહત મળી છે. હાલ ખેડૂતો પાકને બચાવવાની કામગીરીમાં લાગી ગયા છે. સરકાર અમને તાત્કાલિક સર્વે કરાવી વળતર ચુકવે તેવી માગ છે. - આનંદ પટેલ, ખેડૂત

ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગણી કરી : હાલ ઓલપાડ તાલુકામાં કમોસમી વરસાદે વિરામ લેતાં 341 હેક્ટરમાં કપાસ પકવતા ખેડૂતો ફરી ખેતરમાં કામે લાગી ગયા છે અને ફરી પાક ઊભો થાય તે માટેની મથામણ કરી રહ્યા છે. ત્યારે સરકાર તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને પૂરતું વળતર ચુકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.