જામનગરના રાજવી આજે પણ આશરા ધર્મ નિભાવી રહ્યા છે, જાણો કેમ? - royals of Jamnagar
🎬 Watch Now: Feature Video
જામનગરના ભૂચર મોરી મેદાનમાં આશરા ધર્મ માટે યુદ્ધ ખેલાયું હતું. જેમાં અનેક જામનગરના યોદ્ધાઓના વીરગતિ પામ્યા હતા. જોકે ત્યારબાદ પોલેન્ડથી આવેલા અનાથ બાળકોને જામનગરના રાજવીએ (Royal of Jamnagar) આશરો આપ્યો હતો. જે પછી આજે પણ જામનગરમાં આશરો બહારથી આવતા લોકોને આપવામાં આવે છે. જામનગર શહેરમાં વિન્ટર સિઝનમાં વર્ષોથી ગરમ કપડાનું વેચાણ કરવા માટે તિબેટથી તિબેટીયન લોકો આવતા હતા. જોકે ફુટબાથ પર પોતાની દુકાનો ચલાવી અને વિન્ટર સીઝનમાં કમાણી કરી અને પોતાના દેશમાં જતા રહેતા હતા. આ વાત જામનગરના રાજવીને ધ્યાને આવતા તેમણે પોતાની જમીન લોકોને આપી છે. અને છેલ્લા 24 વર્ષથી આ તિબેટીયન લોકો અહીં ગરમ કપડાનું વેચાણ કરે છે. 24 વર્ષથી 24 તિબેટીયન પરિવારને જામ સાહેબ આપી રહ્યા છે આશરો. આજથી આપના બજાર પાસે તિબેટીયન લોકોએ વિન્ટર કપડાનું વેચાણ શરૂ કર્યું છે. ગુજરાતમાં ચાઇનાએ તિબેટ પર કબજો કર્યા બાદ તિબેટીયન લોકો ગરમ કપડાનું વેચાણ કરવા આવે છે.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST